શ્રી મોરારજી દેસાઇનો ગુજરાતના વલસાડ જિલ્લાના ભંડેલી ગામે 29 ફેબ્રુઆરી
1896ના રોજ જન્મ થયો હતો. તેમના પિતા શાળા શિક્ષક હતા અને કડક અનુશાસનમાં
માનતા હતા. બાળપણથી જ મોરારજી દેસાઇ તેમના પિતા પાસેથી કઠોર પરિશ્રમ
અને કોઇ પણ સંજોગોમાં સત્યને વળગી રહેવાના મૂલ્યો શીખ્યા હતા. તેમણે
સેન્ટ બુસર હાઇસ્કૂલમાં શિક્ષણ મેળવીને મેટ્રિક ઉત્તીર્ણ કર્યું હતું.
1918માં તત્કાલિન બોમ્બે પ્રોવિન્સની વિલ્સન સિવિલ સર્વિસમાંથી સ્નાતક
પદવી મેળવીને તેમણે 12 વર્ષ સુધી નાયબ કલેક્ટરપદે સેવા આપી હતી.
1930માં ભારતમાં મહાત્મા ગાંધી દ્વારા છેડાયેલા સ્વાધીનતા સંગ્રામ
વચ્ચે શ્રી દેસાઇએ બ્રિટિશ ન્યાયમાંથી શ્રદ્ધા ગુમાવી દીધી હતી અને સ્વાધિનતા
સંગ્રામમાં ઝુકાવવા સરકારી સેવામાંથી ત્યારપત્ર આપી દીધું હતું. આ એક
કઠોર નિર્ણય હતો પરંતુ શ્રી દેસાઇને લાગ્યું હતું કે દેશનો પ્રશ્ન હોય
ત્યારે કુટુંમ્બને સંબંધિત સમસ્યાઓ ગૌણ બની જતી હોય છે. સ્વાતંત્ર્ય
ચળવળ દરમિયાન શ્રી દેસાઇ જેલમાં ગયા હતા. 1931માં તેઓ અખિલ ભારત કોંગ્રેસ
સમિતિના સભ્ય બન્યા હતા અને 1937 સુધી ગુજરાત કોંગ્રેસ સમિતિના મંત્રી
રહ્યા હતા.
વલસાડ જીલ્લાની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થઈ હતી કારણ
કે તે મહાન વ્યક્તિ શ્રી મોરારજી દેસાઇ, ભારત રત્ન અને ભારતના ભૂતપૂર્વ
પ્રધાનમંત્રી હતા.